Mozilla એ પારંપરિક સોફ્ટવેર કંપની નથી. અમે મુક્ત, ઓપન સોર્સ સોફ્ટવેર ઉત્પાદનો અને ટેક્નોલોજીઓ કે જે દરેક જગ્યાએ લોકો માટે ઓનલાઈન અનુભવ સુધારે છે તે સમુદાય માટે સમર્પિત છીએ. અમે વિશ્વના ખૂણેખૂણેના પ્રોગ્રામરો, માર્કેટરો, ચકાસનારાઓ, અને સલાહકારો છીએ કે જેઓ એ ખાતરી કરવામાં કામ કરે છે કે વેબ ઓપન વહેંચાયેલ જાહેર સ્રોત રહે. અમે માનીએ છીએ કે ઓપન પ્રમાણો પસંદગી અને શોધખોળો સક્રિય કરે છે અને શક્તિ વધારે છે અને દરેક જણ, દરેક જગ્યાએ તે સુરક્ષિત, ઝડપી અને શ્રેષ્ઠ ઓનલાઈન અનુભવ માટેનો હકદાર છે.
અમારા એવોર્ડ જીતી ચૂકેલ, ઓપન સોર્સ સોફ્ટવેર ઉત્પાદનો અને ટેક્નોલોજીઓ લોકોને દરેક જગ્યાએ ૭૦ કરતાં વધુ ભાષાઓમાં વિના-મૂલ્યે પૂરા પાડવામાં આવે છે.
Mozilla નું મુખ્યાલય માઉન્ટેન વ્યુ, કેલીફોર્નિયા માં છે કે જેના પ્રાદેશિક કાર્યાલયો ઓકલેન્ડ, બૈજીંગ, કોપેંઘન, પેરિસ, ટોક્યો અને ટોરંટો માં છે.
