Firefox

સ્થાન-સંબંધી બ્રાઉઝીંગ

Firefox વેબસાઈટોને કહી શકે છે કે તમે ક્યાં સ્થિત છો તેથી તમે એવી જાણકારી મેળવી શકો કે જે તમને અનુલક્ષી અને વધુ ઉપયોગી હોય. તે વેબને વધુ ચપળ બનાવવા વિશે છે – અને તે એવી રીતે કરવામાં આવેલ છે કે જે તમારી અંગત વસ્તુઓને સંપૂર્ણપણે માન આપે છે. વાપરી જુઓ!

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

સ્થાપન-સંબંધી બ્રાઉઝીંગ શું છે?

વેબસાઈટો કે જે સ્થાન-સંબંધી બ્રાઉઝીંગ વાપરે છે તેઓ વધુ અનુલક્ષી જાણકારી લાવવા માટે, અથવા તમારો શોધતી વખતે સમય બચાવવા માટે પૂછે છે કે તમે ક્યાં છો. માનો કે તમે તમારા વિસ્તારમાં પિઝા રેસ્ટોરન્ટ શોધી રહ્યા છો. વેબસાઈટ તમારું સ્થાન વહેંચવા માટે તમને પૂછવા માટે સમર્થ હોઈ શકશે કે જેથી ખાલી “પિઝા” માટે શોધવાનું તમને જોઈતા જવાબો લઈ આવશે... કોઈ આગળ જાણકારી કે વધારાનું લખવાનું જરૂરી નથી.

અથવા, જો તમે કશે જવા માટે દિશાઓ શોધી રહ્યા હોય, તો વેબસાઈટ તમે ક્યાંથી શરૂ કરી રહ્યા છો તે જાણી જશે તેથી તમારે માત્ર એ જ કહેવું પડે કે તમે ક્યાં જવા માંગો છો.

આ સેવા સંપૂર્ણપણે વૈકલ્પિક છે – Firefox તમારું સ્થાન તમારી પરવાનગી વિના વહેંચશે નહિં – અને તે તમારા ખાનગીપણાને એકમદ સમ્માનજનક ઉપયોગ કરશે. અને, Firefox ના બાકીના બધા ઘટકોની જેમ, તે વેબ વિકાસકર્તાઓ દ્વારા સરળતાથી ઉપયોગમાં લેવાય એ રીતે બનાવવામાં આવેલ છે.

તે કેવી રીતે કામ કરે છે?

જ્યારે તમે સ્થાન-સંબંધી વેબસાઈટની મુલાકાત લો, ત્યારે Firefox તમને પૂછશે કે શું તમે તમારા સ્થાનને વહેંચવા માંગો છો.

જો તમે સંમત થાવ, તો Firefox નજીકના વાયરલેસ એક્સેસ પોંઈટ અને તમારા કમ્પ્યૂટરનું IP સરનામું મેળવે છે. પછી Firefox તમારા સ્થાનનો અંદાજો મેળવવા માટે આ જાણકારી મૂળભૂત ભૌગૌલિકસ્થાન સેવા પ્રોવાઈડરને, Google સ્થાન સેવાઓને, મોકલે છે. તે સ્થાન અંદાજો પછી અરજી કરતી વેબસાઈટ સાથે વહેંચવામાં આવે છે.

જો તમે કહો કે તમે સંમત નથી, તો Firefox કંઈ કરશે નહિં.

સ્થાનો કેટલા ચોક્કસ હોય છે?

ચોકસાઈ સ્થાન પ્રમાણે મોટા પ્રમાણમાં બદલાય છે. અમુક સ્થળોમાં, અમારા સેવા પ્રોવાઈડરો થોડાક મીટરો સુધીમાં જ સ્થાન વિશે જાણકારી આપી શકે. છતાંય, બાકીના વિસ્તારોમાં તે એના કરતાં વધુ હોઈ શકે. અમારા સેવા પ્રોવાઈડરો દ્વારા આપવામાં આવતા બધા સ્થાનો માત્ર અંદાજો જ હોય છે અને અમે પૂરા પાડવામાં આવેલ સ્થાનોની કોઈ બાંયધરી આપતા નથી. મહેરબાની કરીને આ જાણકારી કોઈપણ તાત્કાલીકતાઓ માટે વાપરશો નહિં. હંમેશા સામાન્ય બુદ્ધિ વાપરો.

કઈ જાણકારી મોકલવામાં આવી છે, અને કોને? મારી ખાનગી માહિતી કેટલી સુરક્ષિત છે?

તમારી ખાનગી વસ્તુઓ અમારા માટે ખૂબ અગત્યની છે, અને Firefox ક્યારેય તમારા સ્થાન સંબંધી જાણકારી તમારી પરવાનગી વિના વહેંચતું નથી. જ્યારે તમે પાનાંની મુલાકાત લો કે જે તમારી જાણકારીની અરજી કરે, ત્યારે તમને કોઈપણ જાણકારી અરજી કરી રહેલ વેબસાઈટ સાથે વહેંચતા પહેલાં પૂછવામા આવશે અને અમારા ત્રીજી-વ્યક્તિ સેવા પ્રોવાઈડરને પણ પૂછવામાં આવશે.

મૂળભૂત રીતે, Firefox તમારું સ્થાન નક્કી કરવા માટે Google સ્થાન સેવાઓ વાપરે છે નીચેની વસ્તુઓ મોકલીને:

 • તમારા કમ્પ્યૂટરનું IP સરનામું,
 • નજીકના વાયરલેસ એક્સેસ પોંઈટ વિશેની જાણકારી, અને
 • રેન્ડમ ક્લાઈન્ટ ઓળખ નંબર, કે જે Google દ્વારા સોંપવામાં આવે છે, અને દર ૨ અઠવાડિયે નિવૃત્ત થાય છે.

Firefox દ્વારા ભેગી થયેલ અને વપરાયેલ જાણકારીના સંપૂર્ણ વર્ણન માટે, મહેરબાની કરીને Firefox ખાનગીપણાની નીતિ (અંગ્રેજીમાં) જુઓ.

Google સ્થાન સેવાઓ પછી તમારું અંદાજીત ભૌગોલિકસ્થાન આપે છે (દા.ત., અક્ષાંશ અને રેખાંશ). Google દ્વારા ભેગા કરવામાં આવતી અને વાપરવામાં આવતી જાણકારીની સંપૂર્ણ યાદી માટે, મહેરબાની કરીને Google ભૌગૌલિકસ્થાન ખાનગીપણાની નીતિ (અંગ્રેજીમાં) જુઓ.

તમારા ખાનગીપણાની સુરક્ષા રાખવા માટે જાણકારી એનક્રિપ્ટ થયેલ જોડાણ પર પરિવહન થાય છે. એકવાર Firefox પાસે તમારી સ્થાન જાણકારી હોય, તો તે તેને અરજી કરતી વેબસાઈટને પસાર કરે છે. કોઈપણ વેળાએ Google સ્થાન સેવા સાથે તમે જે વેબસાઈટની મુલાકાત લઈ રહ્યા છો તેનું નામ કે સ્થાન, અથવા કોઈપણ કુકીઓ ક્યારેય વહેંચવામાં આવતી નથી.

Mozilla કે Google બેમાંથી કોઈપણ Google સ્થાન સેવાઓ દ્વારા પ્રાપ્ત થયેલ જાણકારીનો તમારી ઓળખ મેળવવા કે તમારી પર નજર રાખવ માટે કરતા નથી.

અરજી કરતી વેબસાઈટ તમારી સ્થાન જાણકારી સાથે શું કરે છે તેના વિશે વધુ જાણકારી માટે, મહેરબાની કરીને વેબસાઈટની ખાનગીપણાની નીતિનો સંદર્ભ લો.

તમારી ખાનગીપણાની નીતિ વિશે વધુ જાણકારી માટે, તમારે આ પણ વાંચવુ જોઈએ:

હું જેમ વેબ બ્રાઉઝ કરું તેમ મારો ટ્રેક રાખવામાં આવે છે?

ના. Firefox માત્ર સ્થાનની જ અરજી કરે છે જ્યારે વેબસાઈટ તેની અરજી મોકલે, અને માત્ર તમારા સ્થાનની જ વહેંચણી કરે છે જ્યારે વપરાશકર્તાને મંજૂર થયેલ અરજી હોય. Firefox તમે જેમ બ્રાઉઝ કરો તેમ તમારા સ્થાનને ટ્રેક કરતું નથી કે યાદ રાખતું નથી.

હું સાઈટને આપવામાં આવેલ પરવાનગીઓ કેવી રીતે રદ કરી શકું?

જો તમે Firefox ની હંમેશા તમારા સ્થાનની જાણકારી સાઈટને આપવા માટે પરવાનગી આપેલ હોય અને પછીથી તમારું મન બદલાઈ જાય, તો તમે તે પરવાનગી સરળતાથી બદલી શકો છો. એ કેવી રીતે:

 • સાઈટ ખોલો કે જેને તમે પરવાનગી આપેલ હોય
 • સાધનો મેનુ પર જાવ, પછી પાનાં જાણકારી પસંદ કરો
 • પરવાનગીઓ ટેબ પસંદ કરો
 • સ્થાન વહેંચો માટેના સુયોજનો બદલો

હું કેવી રીતે સ્થાન-સંબંધી બ્રાઉઝીંગ હંમેશ માટે બંધ કરી શકું?

Firefox માં હંમેશા સ્થાન-સંબંધી બ્રાઉઝીંહ રહેલું હોય જ છે. તમારી પરવાનગી વિના કોઈપણ સ્થાન જાણકારી ક્યારેય મોકલવામાં આવતી નથી. જો તમે આ લક્ષણ સંપૂર્ણપણે બંધ કરવા માંગતા હોય, તો મહેરબાની કરીને નીચેના પલગાંઓ અનુસરો:

 • URL પટ્ટીમાં, about:config લખો
 • geo.enabled લખો
 • geo.enabled પસંદગી પર બેવડું-ક્લિક કરો
 • સ્થાન-સંબંધી બ્રાઉઝીંગ હવે નિષ્ક્રિય કરેલ છે

હું કેવી રીતે મારા વેબસાઇટ પર ભૌગોલિક સ્થાન માટે આધાર ઉમેરી શકુ છુ?

તમે Mozilla વિકાસકર્તા કેન્દ્રપર સૂચના અનુસરીને તમારી સેવામાં ભૌગોલિક સ્થાન આધાર સંકલિત કરી શકો છો.